GCAS Registration 2024: હવે સરકારી કોલેજ માં પ્રવેશ માટે આ પરીક્ષા ફરજીયાત આપવી પડશે

તમે ધોરણ 12 મુ પાસ કરી લીધું છે અને હવે કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો તમારે હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, પછી તમારે પ્રવેશ પરીક્ષા પણ આપવી પડશે પછીથી તમે સરકારી કોલેજમાં એડમિશન લઈ શકશો.

આ લેખમાં અમે તમને GCAS Portal કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકો એની વિગતવાર માહિતી આપીશું અને તમે ધોરણ 12 પાસ કર્યું છે તો તમારે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો છે તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર કઈ રીતે પરીક્ષા આપશો તેની માહિતી આપીશું. 

GCAS Portal શું છે?

ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCAS ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ચલાવવામાં આવતા કોર્સમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવા માટેનું પ્લેટફોર્મ છે.

સરકારી યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજમાં અને પીએચડી કક્ષાના શૈક્ષણિક વર્ષમાં 2024-25 માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ની રચના કરવામાં આવી છે. આ પોર્ટલ અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરી અને પરીક્ષા આપી હોય છે પછી જ તમે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવી શકશો. આ પોર્ટલ  ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

GCAS Portal અંગે આટલી બાબતો જાણવી જરૂરી છે

  • રાજ્યની કોલેજ માં  ચાલતા વિવિધ કોર્સમાં રેગ્યુલર અને એક્સટર્નલ કોર્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ 2024-25 થી gcas.gujgov.edu.in પર  રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
  • જીસીએએસ પોર્ટલ પર દર્શાવેલ કોર્સની પસંદગી કરી પરીક્ષામાં પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટેનું સરળ પ્લેટફોર્મ છે..
  • રજીસ્ટ્રેશન પછી પ્રવેશ પ્રક્રિયા ની તમામ કાર્યવાહી વિદ્યાર્થીઓએ પસંદ કરેલી યુનિવર્સિટીના નિયમ અનુસાર કરવામાં આવશે.
  • GCAS પોર્ટલ હાલમાં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે માટે વિદ્યાર્થીઓ સરળતાથી નોંધણી કરી શકશે.
  • પ્રવેશ અંગેની વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ gcasstudent.gujgov.edu.in ની મુલાકાત લેવી પડશે.
  • વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન વિશે કોઈપણ પ્રકારની જાણકારી  મેળવવા માટે પોતાની નજીકની સરકારી કોલેજ તથા યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર નો સંપર્ક કરવાનો રહેશે.

GCAS Registration last date 2024 

GCAS registration પ્રક્રિયા 16/05/2024 થી શરુ થઇ ગઈ છે અને રજીસ્ટ્રેશન ની Last Date 13/06/2024 છે.

GCAS Portal પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે એ સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે

A. નવું વપરાશકર્તા/વિદ્યાર્થી ID બનાવવું:

  • GCAS વેબસાઇટની મુલાકાત લો: http://gcasstudent.gujgov.edu.in/
  • ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન નોંધણી ફોર્મ ભરો:
  • નામ: HSC/12મા ધોરણની માર્કશીટ મુજબ નામ દાખલ કરો.
  • જન્મતારીખ: DD/MM/YYYY ફોર્મેટમાં (દા.ત. 01/05/2004) દાખલ કરો.
  • મોબાઇલ નંબર: 10 અંકોનો માન્ય મોબાઇલ નંબર દાખલ કરો (દા.ત. +91 9632388997).
  • ઇમેઇલ ID: માન્ય ઇમેઇલ ID દાખલ કરો (દા.ત. [ઇમેઇલ ઍડ્રેસ કાઢી નાખવામાં આવ્યું]).
  • “Submit” બટન પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર થયેલ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર OTP મેળવો.
  • OTP દાખલ કરો અને તમારા ID ની પુષ્ટિ કરો.
  • તમારા ઇમેઇલ અને મોબાઇલ પર યુઝરનેમ અને પાસવર્ડ મળશે.
  • સુરક્ષા માટે તમારા પાસવર્ડ તાત્કાલિક બદલો.

નોંધ: નોંધણી પછી, તમારું વિશિષ્ટ વિદ્યાર્થી ID બનાવવામાં આવશે. લોગ ઇન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરો.

B. પ્રવેશપ્રક્રિયા :

  • ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઈન કરવાનું રહેશે.
  • રજીસ્ટર ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર પર OTP આવશે અને પછી લોગીન કરો .
  • લોગીન કર્યા પછી વિદ્યાર્થીઓ એપ્લિકેશન જોઈ શકશે અને એક્સેસ પણ કરી શકશો
  • પછી ઉમેદવાર રાજ્યમાં અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ કોલેજની પસંદગી કરવાની રહેશે
  • અરજી ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે: વિદ્યાર્થીઓનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ, જન્મ તારીખ 10 માં ધોરણની માર્કશીટ અને સ્કૂલ સર્ટિફિકેટ જણાવ્યા મુજબ હોવી જોઈએ.
  • ફોર્મ ભર્યા પછી એકવાર ફોર્મને ફરીથી ચેક કરી લેવું
  • પછી તમારે આપેલા પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ભરવાની રહેશે
  • ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીએ આપેલ Email પર મોકલવામાં આવશે, પછી વિદ્યાર્થીઓ ફાઈનલ સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.

 આ પણ વાંચો 

GCAS માં રજીસ્ટ્રેશન કર્યા પછી ની પ્રક્રિયા  

  • હવે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી અને કોલેજોને વિદ્યાર્થીઓના અરજી ફોર્મ મોકલવામાં આવશે.
  • દરેક યુનિવર્સિટી અને કોલેજ વિદ્યાર્થીઓનું એક અલગ મેરીટ લીસ્ટ બનાવશે.
  • યુનિવર્સિટી અને કોલેજ મેરીટ લીસ્ટ બનાવ્યા પછી વિદ્યાર્થીઓને ઈમેલ મોકલશે
  • મેરીટ લીસ્ટ ના આધારે પસંદ થયેલા વિદ્યાર્થીઓના દસ્તાવેજ ની ચકાસણી કરવા માટે કોલેજની મુલાકાત લેવી પડશે
  • કોલેજની મુલાકાત લીધા પછી વિદ્યાર્થીઓની પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. 

અંતિમ સબમિશન પહેલાં ધ્યાનમાં રાખો:

  • તમારું નોંધાયેલ ઈ-મેઈલ અને મોબાઈલ નંબર અપડેટ કરેલ અને વપરાશમાં હોય તેની ખાતરી કરો. મહત્વપૂર્ણ અપડેટ્સ આ ઈમેલ પર મોકલવામાં આવશે.
  • માતા-પિતા અથવા વાલીનો સક્રિય સંપર્ક નંબર આપવો ફરજિયાત છે.
  • યોગ્ય રીતે લાયકાત સંબંધિત બધી વિગતો દાખલ કરો. આ માહિતી યુનિવર્સિટીઓ/કૉલેજોને તમારા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ કરશે.
  • યુનિવર્સિટી/કૉલેજ દ્વારા ઈ-મેઇલ મળ્યા પછી, દસ્તાવેજ ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે પસંદ કરેલી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.
  • 45% કે તેથી વધુ શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારોએ સંબંધિત પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.

સારાંશ 

આ લેખમાં અમે તમને GCAS માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો તેની વિગતવાર માહિતી આપી છે. આ આર્ટીકલ એવા લોકો સુધી જરૂર પહોંચાડો જેમને હમણાં 12 પાસ કર્યું છે અને કોલેજ માં પ્રવેશ મેળવવા માંગે છે. 

Leave a Comment