Mafat Plot Yojana Gujarat 2024 ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે તેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન નથી તેથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે. તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજનામાં જોઈશું તો આ આર્ટીકલ લાસ્ટ સુધી વાંચજો.
મફત લોટ યોજના શું છે? Mafat Plot Yojana Gujarat 2024
આ યોજના થતી ગરીબ અને જો ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવે છે તેમજ આ મફત પ્લોટ 100 વાર જમીન આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ એવા વ્યક્તિ લઈ શકે છે જેની પાસે ઘરનું ઘર નથી તેમ જ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમ જ બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળવા પાત્ર થશે.
મફત પ્લોટ યોજનાનો હેતુ Mafat Plot Yojana Gujarat 2024
100 ચોરસ વાર મફત પ્લોટ યોજના નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે જેથી જે લોકો પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમની આર્થિક બાબતે ઘણી મદદ મળી રહે તે માટેનો છે.
મફત પ્લોટ સહાય યોજનામાં કોણ લાભ લઇ શકે છે?
ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત પ્લોટ યોજના હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજનાનો લાભ નીચે મુજબની વ્યક્તિ લઈ શકે છે.
- લાભાર્થી બીપીએલ કેટેગરી નો હોવો જરૂરી છે
- અરજદારની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર હશે.
- લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
- અરજદાર ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ.
- ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ.
મફત પ્લોટ સહાય યોજના માટે મળવા પાત્ર લાભ Mafat Plot Yojana Gujarat 2024
મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવા પાત્ર થશે
ગરીબ પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
આ જમીન મફતમાં આપવામાં આવતી હોય છે.
મફત પ્લોટ સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ Mafat Plot Yojana Gujarat 2024
- મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- બીપીએલ કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- બેંક પાસબુક
- SECC નામની વિગત
મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? Mafat Plot Yojana Gujarat 2024
- મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે.
- આ અરજી કરવા માટે સૌ પ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્લોટ સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે.
- ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના સરપંચના સહિત સિક્કા કરાવવાના રહેશે.
- ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે.
સારાંશ
આ યોજનાનો મુખ્ય હેતુ આ વર્ગના લોકો માટે રહેણાંકની સગવડ પૂરી પાડવી અને તેમની જીવિકાનું સ્તર સુધારવાનું છે. લાભાર્થીઓને જમીનનો માલિકી હક્ક અપાય છે, જેથી તેઓ ઘર બાંધી શકે અને સ્વતંત્ર જીવન જીવી શકે. આ યોજનાનો અમલ તાલુકા અને ગ્રામ્ય સ્તરે કરવામાં આવે છે અને તેનાથી આર્થિક રીતે પછાત લોકોના જીવનમાં સુધારો થવાની આશા છે.