મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મહિલાઓને દર મહિને ચણા તેલ અને તુવેર દાળ 1000 દિવસ સુધી ફ્રી રાશન મળશે

જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે તેને સૌથી વધુ પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે કારણ કે પૌષ્ટિક ખોરાકને કારણે સ્ત્રીની સાથે સાથે તેના બાળકનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહે પરંતુ ભારતમાં એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ ગર્ભાવસ્થા ના મધ્યમાં પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી જેના કારણે તેમના સ્વાસ્થ્યની સાથે સાથે તેમના બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

જે અંતર્ગત તેમને તુવેર દાળ ચણા અને તેલ આપવામાં આવશે જેથી તેઓ ગર્ભાવસ્થામાં આ વસ્તુનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકે ચાલો આ લેખમાં જાણીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના લાભો અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે??

શું તમારી ગેસ સબસીડી ખાતામાં જમા થાય છે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો કેટલી સબસીડી થઈ છે  જમા 

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે? Mukhymantri matrushakti Yojana

  •  સગર્ભાભારતમાં ઘણી સ્ત્રીઓને તે ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર મળતો નથી જેના કારણે માતાનું સ્વાસ્થ્ય પ્રગડે છે અને સાથે પેટમાં રહેલા બાળકની પણ તબિયત ખરાબ રહે છે
  • સ્ત્રી અને તેના બાળકને કુપોષણથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી છે.
  • આ યોજના હેઠળ મુખ્ય ધ્યાન સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર છે કુલ 1000 દિવસનો સમયગાળો છે સ્ત્રીની ગર્ભાવસ્થાના 270 દિવસ અને તેના બાળકના જન્મ પછીના બે વર્ષ સુધી 730 દિવસનો છે ત્યારે શ્રી ગર્ભવતી હોય છે ત્યારે તેને પૌષ્ટિક આહાર ની સૌથી વધુ જરૂર હોય છે કારણ કે તે માત્ર પૌષ્ટિક આહાર મેળવવાથી જ તેને પોષણ મળે છે તેના બાળકને પણ પોષણ મળે છે. આ રીતે સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર આવી મહિલાઓને આંગણવાડી દ્વારા દર મહિને બે કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ અને એક લીટર સીંગતેલ આપવામાં આવશે આ રીતે પૌષ્ટિક આહાર લેવાથી ગર્ભવતી મહિલા અને તેના બાળકને પણ પોષણ મળશે

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના નું હેતુ mukhyamantri matrushakti yojana gujarat

આ યોજના દ્વારા સરકારએ ઉદ્દેશ્ય સાથે શરૂ કરી છે કે જ્યારે શ્રી ગર્ભવસ્થા નો સમય આવે ત્યારે તેને પોષણયુક્ત આહાર મળે જેથી નહોતો સગર્ભાશ્રી કુપોષણનો ભોગ બને અને ન તો તેના પેટમાં રહેલું બાળકો પોષણનો શિકાર બને.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના લાભો mukhyamantri matrushakti yojana gujarat

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના મુખ્યત્વે સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને લાભ અને વિશેષતા નીચે મુજબ છે.

  • આ યોજના દ્વારા સરકાર ગર્ભવતી મહિલાઓને દર મહિને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર સીંગદાણાનું તેલ આપશે.
  • કીટ મેળવવા માટે સગર્ભા મહિલાઓએ તેમની નજીકની આંગણવાડી નો સંપર્ક કરીને ત્યાં તેમના બાળકનું નામ અને માહિતી લખવાની રહેશે.
    છે
  • મહિલાઓએ પ્રથમ વખત ગર્ભવતી બની હોય અથવા જે મહિલાઓ સગર્ભા માતા હોય તેમ જ તેમનું નામ તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં નોંધાયેલ હોય નોંધણી કરાવેલ મહિલાઓ આ યોજનાનો લાભાર્થે બની શકે છે.
  • આ યોજના દ્વારા સરકારી ઈચ્છે છે કે સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ મળે જેથી માતા અને બાળકનું સ્વાસ્થ્ય યોગ્ય રહે.
  • યોગ્ય પોષણ મળવાથી માતા અને બાળકનું આરોગ્ય યોગ્ય રહેશે જેનાથી ગુજરાત રાજ્યમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થશે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટેની પાત્રતા Mukhymantri matrushakti Yojana

ગુજરાત રાજ્યમાં જે આદિવાસી વિસ્તાર છે તેવા વિસ્તારની મહિલાઓ આ યોજના માટે પાત્ર બનશે.
જે મહિલાઓ આંગણવાડીમાં નામ નોંધાવશે તેમને જ આ યોજનાનો લાભ મળશે.
આદિવાસી વિસ્તારની મહિલાઓ ઉપરાંત અન્ય સમાજની મહિલાઓ પણ આ માટે લાયક રહેશે કેમકે તે અંગે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો mukhyamantri matrushakti yojana gujarat

  1. આધાર કાર્ડ ની ફોટો કોપી
  2. મોબાઈલ નંબર
  3. બાળકનું જન્મ પ્રમાણપત્ર
  4. હોસ્પિટલમાં દાખલ માહિતી

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા Mukhymantri matrashakti Yojana

  1.  સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  2. ત્યારબાદ તમને સર્વિસના બટન પર ક્લિક કરવાનું રહેશે (સતાવાર વેબસાઈટ https://1000d.gujarat.gov.in )
  3. ત્યાં તમને ચાર ઓપ્શન દેખાશે.
  4. સ્વ નોંધણી
  5. નોંધણીમાં સુધારો
  6. નોંધણીની રસીદ
  7. મોબાઈલ નંબર મા સુધારો
  8. પછી તમારે અરજી કરવા માટે ફોન નોંધણી પર ક્લિક કરવાનું રહેશે
  9. ત્યાર પછી બધી માહિતી ભરી શકશો

સતાવાર વેબસાઈટ https://1000d.gujarat.gov.in
હેલ્પલાઇન નંબર 155 209

સારાંશ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMMY) ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જે ગર્ભવતી મહિલાઓ અને કુપોષણગ્રસ્ત બાળકો માટે છે. આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને પુષ્ટિકર આહાર અને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે. આના ઉદ્દેશ્યોમાં માતા અને બાળ આરોગ્ય સુધારવું અને કુપોષણ ઘટાડવું છે. આ યોજનામાં મહિલાઓને જરૂરી માહિતી, સુવિધાઓ અને સહાય પુરી પાડવામાં આવે છે, જેથી તેમનું અને તેમના બાળકનું આરોગ્ય મજબૂત રહે.

Leave a Comment