પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વ્યવસાય માટે દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવો

સરકાર દ્વારા દેશના તમામ નાગરિકો માટે પોતાનો વ્યવસાય કરવા માટે લોન યોજના શરૂ કરવામાં આવતી હોય છે જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે આ યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે તો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમારા બિઝનેસને આગળ વધારવા માંગો છો તો તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા ₹50,000 સુધીની લોન મેળવી શકો છો તમે રૂપિયા 10 લાખ સુધીની પણ લોન મેળવી શકો છો

સરકાર બેરોજગાર અને રોજગાર સાથે જોવા માટે એક નવી યોજના અમલમાં મૂકી છે તેવી જ રીતે સરકાર દ્વારા જે લોકો વ્યવસાય કરવા માંગે છે તેમના માટે લોન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની લોન પણ ઉપલબ્ધ છે કેટલાક દસ્તાવેજોની પૂર્તિ સાથે તમે સરકાર દ્વારા આવેલી લોનની સરળતા થી મેળવી શકો છો

આ યોજના દ્વારા સરકાર હાલમાં તમામ જરૂરિયાતમંદ નાગરિકોને બેંકોને કેટલીક સરળ શરતો સાથે લોન આપતી હોય છે જો તમે બેરોજગાર છો અને તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પૈસા નથી તો તમારા માટે આ એક સુવર્ણ તક છે જે પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ફાયદા PM Mudra Loan Yojana

જો તમારી પાસે આ યોજના વિશેની માહિતી નથી તો તમે આજના આર્ટીકલ દ્વારા તમને પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું અમે તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલીક ઉપલબ્ધ હશે લોન ના પ્રકારો અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના લાભ મેળવવા માટે કેવી રીતે કરવી અરજી તે વિશેની વધુ માહિતી આજના આર્ટીકલ દ્વારા તમને આપીશું

જો તમે પણ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા લેવામાં આવેલી લોનનો ઉપયોગ નવો બિઝનેસ શરૂ કરવા માટે અથવા વધુ વિસ્તારવા માટે કરો છો તો આ યોજના દેશના 13 નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જો નોકરી ન મળવાને કારણે હજુ પણ બેરોજગાર છે તેવું આ યોજના દ્વારા પણ લોન લઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે

દેશના તે બેરોજગાર નાગરિક માટે આ એક ખુશખબર છે જે પૈસાની અછતને કારણે હજુ સુધી કોઈ વ્યવસાય શરૂ કરેલ નથી અને હવે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ સરકાર દસ લાખ રૂપિયા સુધીની લોન આપશે જય સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ માટે તેઓએ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે અરજી કરવી પડશે

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલી લોન મળશે?

  • જો તમે શિશુ લોન હેઠળ લોન લેવા માંગો છો તો તમને રૂપિયા 50 હજાર સુધી લોન મળશે
  • જો તમે કિશોર લોન જેવી લોન લેવા માટે અરજી કરો છો તો તમને 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે
  • તરુણ લોન હેઠળ ઓનલાઇન અરજી કરો છો તો તમને પાંચ લાખ થી દસ લાખ સુધીની લોન મળશે

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે પાત્રતા

  1. અરજદાર ની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
  2. અરજદાર ભારતનો વતની હોવો જોઈએ
  3. અરજદાર કોઈપણ બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો હોય તો તેનો તેને લાભ મળશે નહિ
  4. વ્યક્તિ જે વ્યવસાય માટે લોન લેવા માંગે છે તેને વ્યવસાય વિશેની યોગ્ય જાણકારી હોવી જોઈએ
  5. આ સિવાય અરજદાર પાસે દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ મતદાર કાર્ડ રેશનકાર્ડ પાનકાર્ડ જાતિ પ્રમાણપત્ર વ્યવસાય સંબંધિત પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા જોઈએ.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • પ્રધાનમંત્રી મુદ્રા લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • જ્યારે તમે આ વેબસાઈટના હોમપેજ પર પહોંચશો ત્યારે તમને શિશુ તરુણ અને કિશોરના ત્રણ વિકલ્પો દેખાશે
  • તમે જે પણ પ્રકારની લોન લેવા માંગો છો ત્યાં તે પ્રમાણે તમારે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • કોઈપણ વિકલ્પ પર ક્લિક કરતા ની સાથે જ તેની સંબંધિત એપ્લિકેશન ફોર્મ ની લીંક તમારી સામે ખુલશે
  • હવે અહીં તમારે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે તેને પ્રિન્ટ આઉટ લેવાની રહેશે
  • આ પછી તમારે એપ્લિકેશન પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી પડશે અને તેને યોગ્ય રીતે ભરવું પડશે
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી તમારે તેમાં પૂછવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો જોડવા પડશે
  • હવે તમારે આરજી ફોર્મ લઈને તમારી નજીકની બેંક શાખામાં જઈને સબમિટ કરવાનું રહેશે
  • આ પછી બેંક કર્મચારીઓ દ્વારા તમારી અરજીની મંજૂરી પછી તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લાભ આપવામાં આવશે.

Leave a Comment