નમસ્કાર મિત્રો જો તમે પણ તમારા ધંધાને આગળ વધારવા માટે અથવા નવો ધંધો શરૂ કરવા માટે પૈસા ક્યાંકથી લેવાનું વિચારી રહ્યા છો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક જોરદાર યોજના બહાર પાડવામાં આવી છે. હવે નવો ધંધો શરૂ કરવા માટે અથવા ધંધા ને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે, આ મુદ્રા લોન હાલમાં ભારતીય સ્ટેટ બેંક દ્વારા આપવામાં આવી રહી છે. એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજનામાં આવેદન કરવાની પ્રક્રિયા સાવ સરળ છે, હવે માત્ર 24 કલાકની અંદર આ લોન મંજુર થઈને તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે.
આ લેખમાં અમે તમને એસબીઆઇ કિશોર મુદ્રા લોન યોજના નો લાભ કઈ રીતે લેવો તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું.
એસબીઆઈ કિશોર મુદ્રા લોન યોજના 2024
ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન અંતર્ગત આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેન્ક કિશોર મુદ્રા લોન માટે આવેદન પ્રક્રિયા સાવ સરળ રહેશે.
યોજનાનું નામ | SBI કિશોર મુદ્રા લોન યોજના 2024 |
યોજનાની કામગીરી | SBI બેંક દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ધંધા માટે લોન |
લોન | 50 હજારથી 5 લાખ |
લાભ | 25 થી 30 ટકા સબસિડી |
ઓફિસીયલ વેબસાઈટ | https://emudra.bank.sbi |
હાલમાં તમારા ધંધાને આગળ વધારવા માટે અને નવો ધંધો શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વગર ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા લોન આપવામાં આવી રહી છે. સ્ટેટ બેંક દ્વારા તમને 50,000 થી 5 લાખ સુધીની સહાયતા રાશિ આપવામાં આવશે.
ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા આ યોજનાનો પ્રારંભ નો મુખ્ય હેતુ તેના ગ્રાહકોને વ્યવસાય વધારવાનો અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ આવી રહેલી સબસીડી નો લાભ આપવાનોછે. એસબીઆઇ કિશોર મુદ્રા લોન અંતર્ગત લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. આ લોન નો ઉપયોગ કરીને તમે તમારા ધંધાની શરૂઆત કરી શકો છો અને તમારા ધંધાને આગળ વધી શકો છો.
આ પણ વાંચો
SBI કિશોર મુદ્રા લોન પાત્રતા
Sbi કિશોર મુદ્રા લોન નો લાભ લેવા માટે તમારે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે
- એસબીઆઇ કિશોર મુદ્રા લોન માટે અરજી કરવી હોય તો તમે ભારતીય નિવાસી હોવા જોઈએ
- અરજી કરવા માટેની ઉમર મર્યાદા 18 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ
- અરજી કરવા માટે અરજદાર જોડે કોઈ પણ ધંધો જરૂરી છે
- અરજદાર અગાઉની કોઈપણ લોન માટે ડિફોલ્ટ ન હોવો જોઈએ અને તેનો સિબિલ સ્કોર પણ સારો હોવો જોઈએ.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ,
- પાન કાર્ડ,
- બેંક પાસબુક,
- પાસપોર્ટ સાઇઝ ફોટો,
- વ્યવસાય સંબંધિત દસ્તાવેજો
- મોબાઇલ નંબર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુદ્રા લોન માટે આવેદન કરવાની પ્રક્રિયા
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મુદ્રા લોન ની અરજી કરવા માટે તમારે સૌથી પહેલા state bank of india ની શાખામાં જવું પડશે, જ્યાં તમારો પહેલેથી ખાતું હોવું જરૂરી છે
- હવે તમારે લોન અધિકારી સાથે વાત કરવી પડશે અને તેમની જોડેથી તમારે કિશોર મુદ્રા લોન યોજના એપ્લિકેશન ફોર્મ મેળવવું પડશે
- આ ફોર્મમાં તમારે પૂછવામાં આવેલી તમારી અને તમારા વ્યવસાયની સંપૂર્ણ વિગતો કાળજીપૂર્વ ભરવી પડશે તમારે ધ્યાન રાખવું જ પડશે કે તમે ભરેલી તો સંપૂર્ણ સાચું હોવી જોઈએ નહીં તો તમારી અરજી રદ થઈ જશે
- અરજી ફોર્મ સાથે ઉપર જણાવેલા દસ્તાવેજો ની કોપી જોડી લેવી
- છેલ્લે સંપૂર્ણ માહિતી ભર્યા પછી એસબીઆઇ બેન્કના લોન કર્મચારી જોડે આ ફોર્મ સબમીટ કરાવો
- લોન અધિકારી ફોર્મ માં ભરેલી વિગત અને તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી તમે આપેલી માહિતી સાચી હશે અને તમે લોન લેવા માટે પાત્ર હશો તો અરજી ફોર્મ ને મંજૂરી મળી જશે
- sbi મુદ્રા લોન અરજી ફોર્મને મંજૂરી મળ્યા પછી 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે
સારાંશ
આ લેખમાં અમે તમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કિશોર મુદ્રા લોન કઈ રીતે લઈ શકાય તેને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. આ લેખનો ઉપયોગ કરીને તમે સરળતાથી મુદ્રા લોન યોજના 2024 માટે આવેદન કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ વેબસાઈટ – SBI eMudra