ગોડાઉન સહાય યોજના 2024 : નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહ માટે ગોડાઉન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાતના તમામ ખેડૂતના પાકોને વરસાદ તથા કુદરતી આપત્તિઓ થી બચાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે ₹75 હજારની સહાય આપવામાં આવે છે.
ગોડાઉન સહાય યોજના 2014 માટે પાત્રતા અને ધોરણો :
ગોડાઉન સહાય યોજના માટે અરજી કરતાં ઉમેદવારો માટે નીચેની પાત્રતા અને ધોરણો નું પાલન કરવું ફરજિયાત છે.
ધોરણો :
• આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફુટ વિસ્તારનું ગોલ્ડન બનાવવાનું રહેશે, તેના થી વધુ જગ્યા વાળો ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતા એ બાંધી શકાશે.
• પ્લીન્થ થી ગોડાઉન ફાઉન્ડેશન સુધીની ભરતી દીવાલોમાં ચણતર કામ તથા છત પર આરસીસી નું કામ કરવાનું રહેશે.
• ગોડાઉન પરની છત ગેલ્વેનાઈઝ સીટ/સિમેન્ટના પતરા કે નળિયાની બનાવી શકાય, આરસીસી ની છત લાભાર્થી પોતાને અનુકૂળતા અને સ્વખર્ચે બનાવી શકે છે.
• પાયો જમીનથી 2 ફૂટ થી વધુ ઊંડાઈ નો તથા જમીનથી વધુમાં વધુ 2 ફૂટની ઊંચાઈએ પ્લીન્થ બનાવવાનો રહેશે.
• ગોડાઉન ની છત માધ્ય (પિલ્લર) ની ઊંચાઈએ પ્લીન્થ લેવલ થી 12 ફૂટ જેટલી હોવી જોઈએ.
• ગોડાઉન માં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
• ગોડાઉન બનાવવા માટે કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછો બાંધકામ સરકારને પાત્ર નથી.
પાત્રતા :
• ગુજરાત રાજ્યના તમામ જમીન ધારકો અને ખેડૂત પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
• 8 અ ખાતા દીઠ આજીવન એક જ વાર ગોડાઉન સહાય યોજના નો લાભ મળવા પાત્ર થશે.
• 8 અ ખાતામાં સમાવેશ થતા, ખાતેદારો માંથી એક જ ખાતેદારને ગોડાઉન સહાય યોજના 2024 હેઠળ લાભ મળવા પાત્ર થશે.
ગોડાઉન સહાય યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો :
1. અરજદાર નું આધારકાર્ડ
2. અરજદાર નું પાનકાર્ડ
3. અરજદાર નું રેશનકાર્ડ
4. અરજદાર ના 8 A ખાતાની નકલ
5. જો ખેડૂત સંયુક્ત ખેતીદાર હોય તો બાહેધરી પત્ર
6. ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા
7. જો ખેડૂત દિવ્યાંગ હોય તો સિવિલ સુપ્રીન્ટેડન્ટ નું પ્રમાણપત્ર
8. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
9. અરજદાર ની બેંક પાસબુકની નકલ
ગોડાઉન સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
~ સૌપ્રથમ google પર સત્તાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in સર્ચ કરો.
~ હવે યોજનું વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
~ ત્યારબાદ ખેતીવાડી વિષયક યોજના ઓ ના વિકલ્પ પસંદ કરો.
~ ત્યારબાદ પાક સંગ્રહ ગોડાઉન યોજના દેખાશે તે પસંદ કરો.
~ તમામ જરૂરી સૂચનાઓ વાંચો અને અરજી કરો, તેવું વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
~ ત્યારબાદ તમે અગાઉ પહેલાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અથવા ના ના બટન પર ક્લિક કરો.
~ ત્યારે સ્કિન પર એક નવું ફોર્મ ખુલશે તેમાં તમારી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
~ હવે તમે ભરેલી તમારી માહિતી (વિગતો) ધ્યાન થી ચકાસો.
~ ત્યાર પછી SAVE & NEXT નું બટન આપેલી હશે, તેના પર ક્લિક કરો.
~ હવે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અને CONFIRM ના બટન પર ક્લિક કરો.
~ અરજ નંબર મળ્યા બાદ અરજદારે અરજી કરેલ હોય, તે ફોર્મ ની પ્રિન્ટ ઓનલાઈન કઢાવી લેવની રહેશે.