વરસાદની વાત કરી તે ચોમાસાનું આગમન થતા દક્ષિણ ગુજરાતમાં ખાબડ્યો વરસાદ આજે પણ દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી પ્રમાણે વરસાદ ભુક્કા કાઢી નાખે એવો વસી ગયો છે
નૈઋત્ય ચોમાસાનું આગમન અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
નૈઋત્ય ચોમાસું દક્ષિણ ગુજરાતમાં આગમન થયા પછી નબળું પડી ગયું હતું અને તેના આગળ વધવામાં અટક પડી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પહેલા, છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પડી રહ્યા છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં આજે ક્યાં પડશે ધોધમાર વરસાદ? જાણો પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં વરસાદ ખાબક્યો
ગાંધીનગર સ્થિત રાજ્ય ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થયો હતો, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 2 ઇંચ અને સુરત જિલ્લાના પલસાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
- નવસારી તાલુકામાં 22 મિમી
- જલાલપોર તાલુકામાં 21 મિમી
- વલસાડના વાપી તાલુકામાં 19 મિમી
- પારડીમાં 17 મિમી
- ડાંગના આહવા તાલુકામાં 13 મિમી
- સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 11 મિમી વરસાદ
- નોંધપાત્ર વાત એ છે કે, ગઈકાલે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ વલસાડના ઉમરગામમાં 24 મિમી અને ડાંગના આહવામાં 11 મિમી
- વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, વાપી, તળાજા, વઘઈ અને પારડીમાં પણ વરસાદ નોંધાયો હતો.
ગરમી થી રાહત
છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા વચ્ચે ભારે બફારો લોકોને પરેશાન કરી રહ્યો હતો. આજે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને રાહત મળી છે.
હવે વરસાદ ક્યારે આવશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનથી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી, આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.