Digital Ration card apply online 2024: કાગળના રેશન કાર્ડ નહિ હોય તો માત્ર 5 મિનિટમાં મોબાઈલથી ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરો ડિજિટલ રેશન કાર્ડ એ કાગળના રેશન કાર્ડનું ડિજિટલ સ્વરૂપ છે. તેને PDF ફાઇલ તરીકે મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે અથવા પ્રિન્ટ કરીને પ્લાસ્ટિક કાર્ડ તરીકે પણ રાખી શકાય છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (NFSA) હેઠળ ડિજિટલ રેશન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. ડિજિટલ રેશન કાર્ડ માટેનું પોર્ટલ NFSAની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
હવે તમારે કાગળ વાળો રેશનકાર્ડ લઈને નહીં ફરવું પડે કારણ કે હવે આવી ગયા છે ડિજિટલ રેશનકાર્ડ જે તમારા મોબાઇલમાં તમે ડાઉનલોડ કરી શકો છો અને ખાલી મોબાઇલમાં ફોટો બતાવશો તો તમને અનાજ ની દુકાન પર તમને અનાજ મળી જશે આ ડિજિટલ રેશનકાર્ડ નું મુખ્ય હેતુ છે કે લોકોને કાગળ વાળા રેશનકાર્ડ માં તકલીફ ના પડે કારણ કે કાગળ મારું રેશનકાર્ડ હાલમાં ખોવાઈ જાય છે એટલે પછી લોકોને બહુ તકલીફ પડે છે તેના માટે સરકાર દ્વારા ડિજિટલ રેશનકાર્ડ બહાર પાડવામાં આવ્યું છે
ડિજિટલ રેશન કાર્ડ શું છે?
ડિજિટલ રેશનકાર્ડના ફાયદા Ration Card online check Gujarat
- તે તમારા આધાર કાર્ડ અથવા એટીએમ કાર્ડની જેમ નાના કાર્ડ જેવું છે.
- તેની સોફ્ટ કોપી તમે તમારા મોબાઈલમાં સેવ પણ કરી શકો છો.
- તમે તેનો ઉપયોગ રેશન કાર્ડની જગ્યાએ કરી શકો છો.
- તેનાથી રાશન સંબંધિત સરકારી યોજનાઓ માટે અરજી કરવાનું સરળ બનશે.
- ભવિષ્યમાં રેશનકાર્ડને લગતા તમામ કામ માટે ડિજિટલ રેશનકાર્ડની જરૂર પડશે.
રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ નંબર
- રજિસ્ટર મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
ડિજિટલ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું:
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ (https://nfsa.gov.in/portal/ration_card_state_portals_aa) ની મુલાકાત લો.
- “e-Ration Card” ટૅબ પર ક્લિક કરો.
- “Download e-Ration Card” વિકલ્પ પસંદ કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
- તમારું ડિજિટલ રેશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.