હવે બધા લોકો ને મળશે મફત માં મળી રહેશે એમનું રહેઠાણ (ઘર) પ્રધાન મંત્રી આવાસ યોજના(PMJAY)ભારત સરકાર દ્વારા શરૂ કરેલી આ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના નો હેતુ જે લોકો ને મકાન નથી તેમને મકાન પૂરું પડવાનો અને આર્થિક રીતે નબળા વર્ગ ના લોકો ને કાયમી મકાન બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના ગામડા અને શહેરી બંને વિભાગો માં વહેંચાયેલી યોજના છે.દેશ ના તમામ ગરીબો ને કાયમી મકાનો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય છે
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 Pradhan Mantri Awas Yojana 2024
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના છે, જેનો મુખ્ય ધ્યેય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગ પરિવારોને મકાન મળી રહે તે પ્રદાન કરવાનો હેતુ છે. આ યોજના હેઠળ, નાગરિકોને સસ્તા ઘર બનાવવા અથવા ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. PMAY શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લાગુ છે, જેમાં નાણા સહાય, લોન પર વ્યાજ સબસીડી, અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાન બનાવવાની સુવિધા આપવામાં આવે છે.
ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઇ ગઈ 50% સબસીડી મળશે અરજી કરવા અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા : Pradhan Mantri Awas Yojana 2024
- આ યોજના નો લાભ લેવા માટે ઉંમર ની વય મર્યાદા 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.
- જે વ્યક્તિ એ અરજી કરેલ હોય તેને પોતાનું પાક્કું મકાન અને તેના નામ નો પ્લોટ હોવો જોઈએ નહિ.
- જે વ્યક્તિ એ અરજી કરેલ છે એની પાસે 2.5 એક વાર કરતા વધારે જમીન હોવી જોઈએ નહિ.
- અરજદાર વ્યક્તિ ની વાર્ષિક આવક 60000 થી વધારે હોવી જોઈએ નહી.
- સરકારી નોકરી કરતા લોકો ને આ યોજના નો લાભ મળી સકે નહિ.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ના દસ્તાવેજો : Pradhan Mantri Awas Yojana 2024
- ફોર્મ: અરજી ફોર્મ યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે.
- સંપત્તિના દસ્તાવેજો: બિલ્ડર NOC, વેચાણ કરાર , ફાળવણીનો પત્ર
- આઈડી પ્રૂફ: પાનકાર્ડ, મતદાર કાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ,
- સરનામું પુરાવો: મતદાર કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, વીજળી બિલ
- આવકનો પુરાવો: પગારદાર કર્મચારીના કિસ્સામાં – 6 મહિનાની પગારની કાપલી, છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ. પોતાના રોજગાર ના કિસ્સામાં – છેલ્લા 2 નાણાકીય વર્ષોની ગણતરી સાથે, બેલેન્સ શીટ અને નફો અને ખોટ ખાતું સાથે આઇટી પાછુ આપે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના નું આવેદન કઈ રીતે કરવું જોઈએ?
- સૌથી પહેલું પગલું PMAY ની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર જવાનું અનુસરીએ
PM Awas Yojana Official Website મુખ્ય પેજ પર ‘Citizen Assessment’ વિકલ્પ પર ક્લિક કરો. - ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Apply Online’ પસંદ કરો. અહીં તમને ચાર વિકલ્પો જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબ તમે વિકલ્પ પસંદ કરી સકો છો.
- PMAY 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે In Situ Slum Redevelopment (ISSR) વિકલ્પ પસંદ કરો. આગળના પેજ પર તમને આધાર નંબર અને નામ પૂછવામાં આવશે. વિગતો ભરો અને તમારી આધાર વિગતો ચકાસવા માટે Check પર ક્લિક કરો.
- આગલા પેજ પર તમે વિગતો ને જોઈ શકશો. તમારે આ ફોર્મમાં વિગતો દાખલ કરવાની જરૂર છે. બધા કૉલમ કાળજીપૂર્વક અને નિરાતે વાંચી ને ભરો.
- PMAY 2024 માટે તમામ વિગતો ભર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. તમારી PMAY 2024 ઓનલાઈન અરજી સમાપ્ત થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના નું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?
1)આધારકાર્ડની મદદથી પણ તમે PM આવાસ યોજનામાં નામ ચેક કરી શકો છો.
- સૌથી પહેલું પગલું પ્રધાનમંત્રી આવસ યોજના (PMAY)ની વેબસાઈટ https://pmaymis.gov.in પર જવાનું રહેશે
ત્યારબાદ https://pmaymis.gov.in/Open/Find_Beneficiary_Details.aspx લિંક પર ક્લિક કરવાનું રહેશે. - નવા પેજ પર જવા માટે ટોપ પેનલ પર સર્ચ બેનિફિશ્યરી પર ક્લિક કરો.
- સૌપ્રથમ અહીયા સર્ચ બાય નેમનો વિકલ્પ હતો.
- હવે પેજ પર આધાર નંબર નાંખો અને સબમિટ કરો.
- જરૂરી જાણકારી સબમિટ કર્યા બાદ તમારા પીએમએવાઈ અરજીની માહિતી દેખાશે. તેના સિવાય તમારી અરજીનું સ્ટેટસ પણ જાણકારી તમે તપાસી શકસો.
2) આધારકાર્ડ વગર તપાસી સકો છો તમારું સ્ટેટસ
- જો તમારી પાસે આધાર નંબર નથી તો તને પ્રધાન મંત્રી આવાસ યોજના ના લિસ્ટ પોતાના વ્યક્તિગત વિવરણ અને મોબાઈલ નંબર થી શોધી સકાય છે.
- https_//pmaymis.gov.in/Track_application_status.aspx વેબસાઈટ લિંક પર જાઓ.
- PMAY એપ્લીકેશનની સ્થિતિ જોવા માટે પોતાની જાણકારી અથવા મૂલ્યાંકન આઈડી લખો.
3)રજિસ્ટ્રેશન નંબર વિના આ રીતે જાણો સ્ટેટસ
- http://rhreporting.nic.in/netiay/Beneificiary.aspx વેબસાઈટ પર જાઓ.
- નવા પેજ પર તમને રાજ્ય/જિલ્લા/બ્લોક/ પંચાયત/ યોજનાનું નામ અને અન્ય માહિતી ભરો.
- સબમિટ કરવા માટે તમારા વ્યક્તિગત વિવરણ, બેંક વિવરણ,ઘરની સાઈટની માહિતી, પૂર્ણ માહિતી ભરો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ
- આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગો ને આવાસ પ્રદાન કરવાનો છે. આ યોજનાને ખાસ કરીને ગરીબ અને ઓછી આવકવાળા જૂથો માટે ટકાઉ અને વ્યાજબી આવાસ પ્રદાન કરવાનું લક્ષ્ય રાખવામાં આવે છે.