ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC ધોરણ 10 રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 ના રીઝલ્ટ લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ધોરણ 10નું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. હજી સુધી જીએસઇબી દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે રીઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે પરંતુ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 માનુ અને ધોરણ 12 નું રિઝલ્ટ આવી શકે છે.

તમને જણાવી દઈએ 11 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લાંબા સમયથી ધોરણ 10 ના રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે હવે બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ચૂંટણી પહેલા રિઝલ્ટ ની જાહેર થઈ જશે.

જીએસઇબી એસએસસી 10 બોર્ડ રીઝલ્ટ તારીખ

જેમણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપી છે તે જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પોતાનો રીઝલ્ટ ચકાસી શકે છે. રીઝલ્ટ જોવા માટે પોતાનો રોલ નંબર તેમજ અમુક વિગત દાખલ કરી શકે છે અને તેમની સામે ધોરણ 10 ની માર્કશીટ ડાઉનલોડ થઈને આવી જશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને ₹25000 ની સહાય આપવામાં આવશે

ધોરણ 10નું રિઝલ્ટ whatsapp દ્વારા તેમજ મોબાઇલ એસએમએસ થી પણ ચેક કરી શકાય છે તેના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે એ નંબર પરથી તમે ધોરણ 10નું રિઝલ્ટ ચકાસી શકો છો.

જીએસબી એસએસસી ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ એક મેં 2024 થી 7 મે 2024 વચ્ચે જાહેર થઈ શકે છે બોર્ડ દ્વારા હજી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ન્યુઝ મુજબ મળતી માહિતી છે કે ચૂંટણી પહેલા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષકોને ચૂંટણીમાં ફરજ આપવાની હોવાથી તેમને ફટાફટ પેપર ચકાસણીનું કાર્ય પૂરું કરવાનું આદેશ મંડળ દ્વારા આપવામાં આવ્યો છે એટલે ચૂંટણી પહેલા ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે.

ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ ચકાસો આ રીતે : SSC Board Result Online 2024

જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી છે તેઓ રીઝલ્ટ જાહેર થયા પછી જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ પર સવારના 8 વાગ્યાથી પોતાનું રીઝલ્ટ જોઈ શકે છે. જીએસઈબી દ્વારા ધોરણ 10 બોર્ડની રીઝલ્ટ ની તારીખ અને સમય જાહેર કરવામાં આવશે.

Gseb.org વેબસાઈટ પર જઈને વિદ્યાર્થી પોતાના બેઠક નંબર દ્વારા માર્કશીટ જોઈ શકે છે અને ડાઉનલોડ પણ કરી શકે છે.

સારાંશ

આ લેખમાં અમે તમને ધોરણ 10 બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ની તારીખ ની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. આ લેખમાં અમે તમને જણાવ્યું છે તમે ધોરણ 10 બોર્ડનું પરિણામ કઈ રીતે ચકાસી શકો છો. આ લેખ તમારા મિત્રો સુધી શેર કરો અને કંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Leave a Comment