Gyan Sadhana Scholarship Sahay 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને ₹25000 ની સહાય આપવામાં આવશે

Gyan sadhana scholarship 2024 apply online ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ ભણવામાં હોશિયાર છે પરંતુ પૈસાની તંગીના કારણે ભણવામાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. Gyan sadhana scholarship sahay 2024 result

Gyan Sadhana Scholarship Sahay 2024

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામાં આવી રહ્યો છે પરંતુ આર્થિક રીતે નબળા ભાગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઇ દ્વારા ૨૫% જગ્યા ઉપર પરેશ આપવામાં આવે છે. હોશિયાર અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીમાં શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 2024 માં વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.

Gyan sadhana scholarship sahay 2024 registration જ્ઞાન સાધના સ્કોલરશીપ અંતર્ગત ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને 22000 ની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે તેમજ ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓને 25000ની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે?

  • ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ- 11 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 માટે પાત્રતા 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ કેવી રીતે ભરવું? જ્ઞાન સાધના શિષ્યવૃતિ માટે અરજી કરતાં પહેલાં વિદ્યાર્થીઓ નીચે આપેલી પાત્રતા પૂરી કરવી પડશે.
  • વિદ્યાર્થી ગુજરાતનો હોવો જોઈએ.
  • વિદ્યાર્થીએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 વિદ્યાર્થીઓએ સ્થાનિક, સરકાર દ્વારા ચાલતી અથવા અર્ધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ
  • ગ્રામીણ તથા શહેરી વિદ્યાર્થીઓએ પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ થી વધુ ન હોવી જોઈએ

જ્ઞાન સાધના સ્કોલરશીપની અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો 
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • બેંક ખાતાની વિગતો
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ 8 નું રિજલ્ટ 

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા

Gyan sadhana scholarship sahay 2024 application form જ્ઞાન સાધના સ્કોલરશીપ નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ sebexam બોર્ડ અંતર્ગત પરીક્ષા આપવી પડશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ આ પરીક્ષા તારીખ 31 માર્ચ 2024 ના રોજ લેવાઈ ગઈ છે અને તેનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં હવે આવશે જે વિદ્યાર્થીઓએ મેરીટ લીસ્ટમાં નામ આવ્યું છે તેમના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જિલ્લા કક્ષા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને પછી મેરીટ લીસ્ટ અને ફાઈનલ સિલેક્શન નું લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્યાર પછી સહાય આપવામાં આવશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઇન આવેદન How to apply for Gyan Sadhana scholarship 2024?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ કેવી રીતે ભરવું? જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ઓનલાઇન આવેદન કરવા માટે વિદ્યાર્થીઓ ઓફિસિયલ વેબસાઈટ gssyguj.in પર જય ને આવેદન કરી શકે છે.
  • gssyguj.in ઓફિસિયલ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ CET સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરવું પડશે
  • તેના માટે વિદ્યાર્થીઓએ 18 આંકડાનો આધારકાર્ડ યુઆઇડી નંબર નાખવાનો રહેશે અને Verify  પર ક્લિક કરવાનું રહેશે
  • પછી સ્ટુડન્ટને ફોર્મ ખુલશે તે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ માં માગેલી વિગત સાચી ભરવાની રહેશે
  • ત્યાર પછી અરજી સબમીટ કરવાની રહેશે, તેના માટે સબમીટ બટન પર ક્લિક કરો
  • પછી નવું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીઓએ EWS/SEBC/SC/ST કેટેગરીના હોય તો તેમને જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર અપલોડ કરવાનો રહેશે નહીં
  • જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2024 હવે તમે અરજીની પ્રિન્ટ લેવા માટે Print Application પર ક્લિક કરવાનું રહેશે અને તમે કરેલી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરીને સાચવીને રાખી મુકવી.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2024 merit list

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 31 માર્ચ 2024 ના રોજ સ્કોલરશીપ ની પરીક્ષા લેવામાં આવી હતી તેનું મેરીટ લીસ્ટ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ (CGMS) પરીક્ષા 2024 ની A સિરીઝ ના પ્રશ્નપત્ર ની ફાઈનલ આન્સર કી https://www.sebexam.org/ પર મુકવામાં આવી છે. આન્સર કી જોવા માટે અહીંયા ક્લિક કરો

Leave a Comment