ikhedut Portal Registration: આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 અરજી કરો ફટાફટ આ રીતે

ઓનલાઈન અરજી Ikhedut Portal: ખેડૂતોને લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. ikhedut Portal પર બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન તથા ખેતીવાડી ને લગતી બધી જ યોજનાઓનો લાભ લઈ શકો છો. આ તમામ યોજનાઓ ઓનલાઈન એપ્લિકેશન કરવાથી હોય છે. આ સ્કીમ સ્કીમોનો લાભ લેવા માટે તમે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. 

આજે આ લેખમાં અમે તમને Ikhedut Gujarat Portal Registration કઈ રીતે કરી શકાય તેની વિગતવાર માહિતી આપીશું.

આઇ ખેડૂત પોર્ટલ શું છે?

રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કલ્યાણકારી યોજના બહાર પાડી છે. આ યોજનાની લાભ લેવા માટે સરકાર દ્વારા એક ઓનલાઇન પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેનું નામ છે આઇ ખેડૂત પોર્ટલ. ikhedut Portal પરથી ખેડૂતો ઓનલાઈન યોજનાનો લાભ સરળતાથી લઈ શકે છે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024

આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ઘણી બધી યોજનાઓ આ મુજબ છે.

ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલની યોજનાઓ, ગૌ સેવા અને ગૌચર વિકાસ માટેની યોજનાઓ, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ, ગોડાઉન યોજના અને સહકારી મંડળી દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના.

આઇ ખેડૂત પોર્ટલ ની યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતલક્ષી યોજના નો લાભ લેવામાં આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને અત્યારે ચાલુ યોજનાઓ નો લાભ લઈ શકે છે.  i ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી ને યોજનાઓનો લાભ મળી શકે છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે કેટલાક દસ્તાવેજ જરૂર પડે છે જે નીચે મુજબ છે.

 • જમીનના 7/12 ના ઉતારા
 •  એસસી અથવા જાતિનો દાખલો
 •  રેશનકાર્ડ ની જરૂર
 •  ખેડૂતને આધાર કાર્ડ ની  ઝેરોક્ષ
 •  ખેડૂત નો દાખલો
 •  મોબાઈલ નંબર
 •  બેંકની પાસબુક

આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી? How to Online Registration ikhedut Portal

આઇ ખેડૂત પોર્ટલ ખેડૂતને લગતી તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. ખેડૂતોએ માત્ર ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને જે યોજનાનો લાભ લેવા માંગે છે તે યોજના પર જઈને જરૂરી વિગત ભરી અને તરત જ લાભ મળી શકે છે.

 • સૌપ્રથમ લાભાર્થીઓ google માં જઈને આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
 • પછી google માં https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ આવશે એની પર ક્લિક કરવાનું રહેશે
 • પછી રાજ્ય સરકારને આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી યોજના નો લાભ લેવા માટે યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • પછી એમાં વિવિધ યોજનાઓ હશે જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેની પર ક્લિક કરવાનું રહેશે
 • ધારો કે તમે બાગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવા માંગો છો તેની પર ક્લિક કરવાનું રહેશે
 • પછી બાગાયતી વિભાગમાં અલગ અલગ યોજનાઓનો ખુલશે તેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલી અરજી કરો વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે
 • તમને અહીં પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાકીય લાભાર્થી છો જેમાં તમારે વ્યક્તિગત લાભાર્થી પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.
 • પછી તમને પૂછવામાં આવશે તમે “Ikhedut Portal” પર રજીસ્ટર છો કે નહીં, તમે આઇ ખેડૂત પોર્ટલ પર પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ છે તો હા  વિકલ્પ પર ક્લિક કરો અને રજિસ્ટ્રર કરેલ નથી તો ના વિકલ્પ પસંદ કરો.

આઇ ખેડૂત પોર્ટલ યોજના ની નવી અરજી

 •  હવે ખેડૂતો યોજનાનો લાભ લેવા માટે નવી અરજી ફોર્મ વિકલ્પ પસંદ કરો
 • પછી ઓનલાઈન ફોર્મ ખૂલશે જેમાં અરજદાર ની વિગતો, રેશનકાર્ડ વિગતો તથા બેંક વિગતો દાખલ કરવાની રહેશે
 • પછી કેપચ્યા કોડ નાખવાનો રહેશે
 • પછી અરજી સેવ કરવાની રહેશે

 આઇ ખેડૂત પોર્ટલ પર અરજી અપડેટ કરવા માટે

 અરજદારઓનલાઇન અરજીમાં  સુધારા વધારા કરવા માંગે છે તો લાભાર્થીઓ દ્વારા ઓનલાઇન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે જે અરજીમાં સુધારો કરવાનો હોય તે મેનુ નો ઉપયોગ કરી શકે છે.

આઇ ખેડુત અરજી કન્ફર્મ કરો

ઓનલાઇન અરજી કર્યા પછી જ્યાં સુધી અરજી કન્ફર્મ ન કરે ત્યાં સુધી યોજના માટે કરેલી અરજી માન્ય ગણાશે નહીં.

 • લાભાર્થીઓ અરજી ફોર્મ ભર્યા બાદ અરજી કન્ફર્મ કરો વિકલ્પ પર ક્લિક કરો
 • પછી  અરજી ક્રમાંક, જમીન ખાતા નંબર અને બીજી ઘણી બધી વિગતો આવશે એ બાબતનું ધ્યાન રાખવું કે અરજી કન્ફર્મ કર્યા પછી સુધારો વધારો થઈ શકશે નહીં
 • હવે અરજી કન્ફર્મ કર્યા પછી એ અરજીની પ્રિન્ટ કાઢીને તમારે સાચવીને રાખવાની રહેશે જે તમારે યોજનાનો લાભ સમય કામ લાગશે 

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા પછી સ્ટેટસ કઈ રીતે ચકાસવું

આઇ ખેડુત ઓનલાઇન અરજી કર્યા પછી તમે ઓનલાઇન એપ્લિકેશન સ્ટેટસ મુજબ ચેક કરી શકો છો

 • સૌથી પહેલા આઇ ખેડૂત પોર્ટલ પર જાવ પછી હોમપેજ પર અરજી નું સ્ટેટસ તપાસવા વિકલ્પો ક્લિક કરો
 • હવે તેમાં તમારે કયા પ્રકારની સ્ટેટસ જોવા માંગો છો તે પસંદ કરો
 • અહીં તમારે તમારું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે પછી અરજી સ્ટેટ્સ અહીંથી જોઈ શકો છો

નિષ્કર્ષ 

આ લેખમાં અમે તમને આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમે કઈ રીતે કરીને નવી યોજના માટે કરી શકો તેમની વિગતવાર સંપૂર્ણ માહિતી આપી છે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને અથવા ઇમેલ કરી ને  જણાવી શકો છો. આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સુધી શેર જરૂર કરો.

મહત્વપૂર્ણ લિંક 

ઓફિસિયલ વેબસાઈટIkhedut Portal Website
ikhedut Portal સ્ટેટસ જોવા માટે Ikhedut Portal Application Status  
નવી અરજી ની પ્રિન્ટ કાઢવા માટેIkhedut Portal Application Print  

 

Leave a Comment