દેશના ખેડૂતોની આવક બમણી કરવાના મહત્વાકાંક્ષી ધ્યેયને પૂર્ણ કરવા માટે, પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં મુખ્ય છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે.
કેન્દ્ર સરકાર ઉપરાંત, રાજ્ય સરકારો પણ ખેડૂતોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ ધરાવે છે. ગુજરાતમાં, ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકો માટે ખાસ યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓનો લાભ લેવા માટે માહિતી અને અરજીઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન મળી શકે છે.આઇ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલીક સબસીડી આપવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવશું.
કિશાન પરિવહન યોજના ઘરે બેઠા ખેડૂતો ને વાહન પર મળે છે રૂપિયા 75 હજાર સબસીડી આ રીતે કરો અરજી
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 હેતુ Power tiller subsidy 2024
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલ છે
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 લાભ મેળવવા માટેની પાત્રતા Power tiller subsidy 2024
આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયું છે જેમાં પાવર ટીલર સહાય યોજના 2024 માં ખેડૂતોને આધુનિક ખેતી ઓજાર ખરીદી પર સહાય આપવામાં આવે છે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
- ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે
- પાવર ટીલર યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટક એમ્પેનલમેન્ટ માં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
- અરજદાર નાના અથવા મોટા પ્રકારનું હોવો જોઈએ
- ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7 12 ની નકલ ધરાવતો હોવો જોઈએ
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 મળવાપાત્ર લાભ Power tiller subsidy 2024
- સામાન્ય વર્ગના ખેડૂતો માટે:
8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹50,000 (જે ઓછું હોય તે)
8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹70,000 (જે ઓછું હોય તે) - અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે:
8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹65,000 (જે ઓછું હોય તે)
8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹85,000 (જે ઓછું હોય તે)
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 કયા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર Power tiller subsidy 2024
ગુજરાત ખેડૂતો માટે ખેડૂત યોજના નું લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે પાવર ટીલર સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે
- જમીનના 7/12 ની નકલ
- જાતિ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- ખેડૂત લાભાર્થીનું આધાર કાર્ડ
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્યપદનો પુરાવો (જો હોય તો)
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી???
આઇ ખેડૂત પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ google સર્ચમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- Google સર્ચ પરિણામ માંથી અધિકૃત વેબસાઈટ ખોલવી (https://ikhedut.gujarat.gov.in/ )
- ગુજરાત ખેડૂત ઇ-પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ની મુલાકાત લો.
- “ખેતીવાડી યોજનાઓ” પર ક્લિક કરો.
- “પાવર ટીલર સહાય યોજના” પસંદ કરો.
- “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- જો તમે પહેલાથી નોંધાયેલા નથી