આ જિલ્લાઓમાં મેઘતાંડવનો ખતરો- ગુજરાત માં 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય, વરસાદ ભુક્કા કાઢશે

ગુજરાત વરસાદ સમાચાર (Gujarat Rain News): ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. બંગાળી ખાડીમાં સિસ્ટમ આગળ વધી રહી છે જેના લીધે ગુજરાતમાં જન્માષ્ટમી સુધીમાં વરસાદ ભુક્કા બોલાવશે.

ગુજરાતના સમગ્ર વિસ્તારમાં ભારતીય ભારે વરસાદ આવવાની સંભાવના છે. જન્માષ્ટમી સુધીમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામી શકે છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ જિલ્લાઓમાં મેઘતાંડવનો ખતરો

ગુજરાતના હવામાન વિભાગ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતની તરફ આગળ વધી રહી છે જેના લીધે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ છે.

હાલમાં ગુજરાતમાં ફરીથી વરસાદનો રંગ જામ્યો છે, ચારે બાજુ વરસાદ પાણી પાણી કરી નાખ્યા છે. અમદાવાદના બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે લોકોને પરેશાની થઈ રહી છે અને ગાંધીનગરમાં કાલે 1 કલાકમાં બહુ જોરદાર વરસાદ હોય તેના લીધે સમગ્ર ગાંધીનગરમાં પાણી ભરાઈ ગયા છે.

હાલમાં ગુજરાતમાં વિવિધ વિભાગોમાં જાહેર કરવામાં આવી છે આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે જેના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, દમણ દાદર નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જુનાગઢ તેમજ ગુજરાતના બાકી જિલ્લાઓમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદના એક બે રાઉન્ડ આવી શકે છે જેમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાત માં 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે બહુ લાંબા સમયથી ગુજરાતમાં સારો વરસાદ થયો ન હતો જેના લીધે ખેડૂતોને પરેશાની થઇ રહી હતી. અત્યારે સારો વરસાદ થયો જેના લીધે ખેડૂતોનો પાક પણ સુધરશે અને અત્યારે ખેડૂતોમાં ખુશીઓનો માહોલ જામ્યો છે.

આગામી સાત દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેના લીધે મોટાભાગના વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment