તબેલા લોન સહાય યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજના ઓ ચlલાવવા માં આવે છે. જેમાં લોકોને આર્થિક રીતે ઓછા દરે લોન સહાય પુરી પાડે છે. જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. ત્યારે ઘણી એવી યોજનાઓ છે, કે પશુપાલન સાથે સંકળાયેલી છે. કે જેમાં એક તબેલા યોજના નો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લોન લેનાર વ્યક્તિઓને ₹4 લાખ ની લોન સહાય આપવામાં આવે છે. આ યોજના માટે તમારે અરજી કરવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ માં આપવામાં આવેલ છે.
તબેલા લોન સહાય યોજના 2024 નો હેતુ :
આદિજાતિના ઈસ્મોની સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઉચ્ચ વ્યાજ દર લોન લેવા માટે મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઉસ્મોને સ્વરોજગારી હેઠળ તબેલા હેતુ માટે કુલ ₹4 લાખની લોન સહાય આપવા થી પશુ પાલકોના જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ સહાય આપવામાં આવેલ છે.
તબેલા લોન સહાય યોજના 2024 માટેની પાત્રતા :
• લાભાર્થી આદિજાતિનો છે, તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
• અરજદારની ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ,
• કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 તથા શહેરી વિસ્તાર માટે ₹1,50,000 ની આવક ધરાવતા હોય, એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
• લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ.
• લાભાર્થી પાસે ચૂંટણી કાર્ડ પણ હોવું જોઈએ.
• અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
• લાભાર્થીને તબેલા હેતુ માટે ધોરણની માંગણી કરેલ હોય, તેને જાણકારી હોવી જોઈએ.
• તબેલો ચલાવવાની જાણકારી અથવા તબેલા ની તાલીમ લીધેલી હોવી જોઈએ.
• તબેલા અંગે ઓછામાં ઓછા એક કે બે થી વધુ દૂધવાળા પશુ પાલન હોવા જોઈએ.
• કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ, અને તે દૂધ મંડળીના સભ્યો હોવા જોઈએ.
• છેલ્લા 12 માસ માં દૂધ મંડળી માં દૂધ ભરેલો હોય, તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
• તાલીમ અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
• કુટુંબના કોઈપણ વ્યક્તિએ IDDP યોજના હેઠળ જીટીડીસી માંથી લાભ લીધેલ ન હોવો જોઈએ.
• અરજદાર ને ગાય ભેંસ જેવા પશુઓને સેવા કરતા આવડવું જોઈએ.
તબેલા લોન સહાય યોજના 2024 માટે લોન યોજનામાં વ્યાજદર અને ફાળો :
~ લાભાર્થીઓ એ આ ધોરણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
~ લાભાર્થીને કુલ ₹4 લાખ નું ધિરાણ મળશે.
~ આ ઘીરણ વાર્ષિક 4% ના દરે ભરવાનો હોય છે, જે તબેલા લોન સહાય યોજના 2024 બરાબર છે.
~ આ લોન ની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
~ તબેલા માટેની લોન હેઠળ લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય થશે.
~ આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય, તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય તથા પહેલા પણ લોન ની ભરાઈ કરી શકે છે.
તબેલા લોન સહાય યોજના 2024 માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :
1. અરજદાર નું આધારકાડ
2. અરજદાર નું રેશનકાર્ડ
3. અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર
4. લાભાર્થીએ વ્યક્તિ રજુ કરેલ માલિકના પુરાવો અને મકાનના દસ્તાવેજ
5. જો અરજી કરનાર વ્યક્તિ જમીનદાર અંકનો રજૂ કરે મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
6. અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગેની સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
7. જમીનદારો એ રૂપિયા ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલ સોગંદ રજૂ કરવું જરૂરિયાત છે.
8. અરજદાર ના બેંક ખાતાની પાસબુક
તબેલા લોન સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
આદિજાતિ વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો ના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જે એના માટે એ ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ST જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિત ક્રમ વાઇઝ નીચે આપવામાં આવેલ છે. તે માહિતી નીચે પ્રમાણે છે.
1. ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે OFFICEAL વેબસાઈટ પર જવાનું રહેશે.
2. ત્યાર પછી તમારે Home Page જવાનું રહેશે અને Apply For Loan નું બટન તમને દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.
3. ત્યાર પછી બટન પર ક્લિક કર્યા બાદ Gujarat Tribal Development Corporation નામનું એક નવું પેજ ખુલશે.
4. ત્યારબાદ જો તમે પ્રથમ વખત લોન માટે અરજી કરતા હશો તો SING UP નું બટન હશે, તેના પર ક્લિક કરો.
5. ત્યારબાદ તમારે પર્સનલ આઈડી બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે, તે માહિતી તમારે કાળજીપૂર્વક સાચી ભરવાની રહેશે.
6. એ માહિતી ફરીથી એકવાર ધ્યાનથી ચેક કરી લો.
7. ત્યારબાદ તમારી વ્યક્તિગત માહિતી સંપૂર્ણ રીતે ભર્યા બાદ કેપ્ચા કોટ દાખલ કરવાનો હશે પછી SING UP ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
8. ત્યાર પછી તમારો એપ્લિકેશન લોગીન કર્યા ની પ્રોસેસ સંપૂર્ણ થશે, ત્યારબાદ.
9. તમે Personal Login ID બનાવ્યા પછી Login Here માં પોતાની ID Login કરો અને Password નાખી Login In કરવાનું રહેશે.
10. તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ My Application માં Apply Now કરવાનું રહેશે.
11. Apply Now ના બટન પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે તેમાં Self Employment ના બટન પર ક્લિક કરો.
12. હવે તમારા દ્વારા Self Employment પર ક્લિક કર્યા પછી, પહેલી શરતો ને ધ્યાનપૂર્વક વાંચવા ની રહેશે જેને વાંચીને Apply Now ના બટન પર ક્લિક કરવાનું રહેશે.