જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 માં મળશે 94000 સ્કોલરશિપ જાણો અહીં થી

ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફતમાં આપવામાં આવે છે થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25% જગ્યા ઉપર પ્રવેશ આપવામાં આવે છે હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ નવ થી 12 સુધી સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશી અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામાં આવી છે જે નીચે આપેલ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું રજીસ્ટ્રેશન 2024 ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 થી થશે જ્ઞાન સાધના સ્કોલરશીપ નો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25000 વિદ્યાર્થીઓને આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ના ફોર્મ આપે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના Gyan Sadhna scholarship Yojana 2024

  • જ્ઞાન સાધના યોજના નું વિભાગ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અમલીકરણ કરવામાં આવેલું છે
    આ યોજનાનો લાભ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લઈ શકે છે.
  • સ્કોલરશીપ ની સહાય ધોરણ નવ થી 10 ધોરણ 11 થી 12 સુધી મળશે
  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે પરીક્ષા આપવી પડશે ત્યાર પછી મેરીટ બહાર પડશે અને મેરીટ ના ધોરણે તમારી પસંદગી થશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પાત્રતા Gyan Sadhna scholarship Yojana 2024

  • ધોરણ એક થી આઠ સળંગ સરકારી કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી હાલ ધોરણ આઠ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી છે.
  • રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25% વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધી નું શિક્ષણ મેળવી શકે છે.
  • હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના નું ફોર્મ ભરી શકે છે

પરીક્ષા ફી

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.

જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલી શિષ્યવૃતિ મળશે? Gyan Sadhna scholarship Yojana 2024

  • ધોરણ નવ થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹22,000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000 સુધીની સ્કોલરશીપ મળશે.

વિદ્યાર્થી ધોરણ 9 માં કોઈ સરકારી કે ગ્રાન્ટેજ શાળામાં નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

  1. ધોરણ નવ અને 10 માં વાર્ષિક રૂપિયા 6000 સ્કોલરશીપ મળશે.
  2. ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂપિયા 7000 સ્કોલરશિપ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 Gyan Sadhna scholarship Yojana 2024

  • જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન માટે કરાવી લેવું.
  • પછી આગળ વધવું જ્ઞાન સાધના સ્કોલરશી પરીક્ષા 2024 ફોર્મ ભરવાનું ચાલુ છે.
  • જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ પરીક્ષા આપ્યા પછી જાહેર કરવામાં આવે છે.
  • જ્ઞાન સાધના સ્કોલરશી બુક તમારા પરફેક્ટ વાંચી લેવી..
  • પછી એમાંથી એક્ઝામ આપવી.
  • પછી તમારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 ના પેપર સોલ્યુશન કરવા. તમને અંદાજ આવી જશે કે પરીક્ષા કેવી હશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુણભાર Gyan Sadhna scholarship Yojana 2024

  • પ્રશ્નપત્રમાં કુલ 120 ગુણ હશે.
  • સમય 150 મિનિટ હશે
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર તમે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં આપી શકશો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 હોલ ટિકિટ ડાઉનલોડ Gyan Sadhna scholarship Yojana 2024

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ ઓપન કરો.
  • ત્યાર પછી તમે લોગીન કરો.
  • સ્કોલરશીપ 2024 હોલ ટિકિટ પર ક્લિક કરો.
  • હોલ ટિકિટ તમારી ડાઉનલોડ થઈ જશે.

જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા રીઝલ્ટ

  • જ્ઞાન સાધના સત્તાવાર http://sebexam.org ઓપન કરો
  • મુખ્ય વેબ પેજ પર “પરિણામ” પર ક્લિક કરો.
  • તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ માં પરિણામ જુઓ.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની પસંદગી પ્રક્રિયા શું છે જાણો કેવી રીતે કરશો અરજી

  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાંથી સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન એની સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે
  • જેની ઓફિસિયલ વેબસાઈટ https://gssyguj.in/ ફોર્મ ભરવા જેને મુલાકાત લ્યો અને ઓનલાઈન ફોર્મ ભરો
  • ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.
  • ત્યાર પછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે.
  • ત્યાર પછી પસંદ કરેલા વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  • ત્યાર પછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.
  • ત્યાર પછી ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 પરીક્ષા ની વિગત

  • MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી માં 40 પ્રશ્નો હશે અને એમના ગુણ 40 રહેશે.
  • SAT બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં 80 પ્રશ્નો રહેશે અને એમના ગુણ 80 રહેશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું મેરીટ લીસ્ટ જોવા માટે
https://www.sebexam.org/

સારાંશ:

આ યોજના દ્વારા, સરકારનો હેતુ છે કે સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાવાન શિક્ષણ મેળવવામાં સહાયતા કરવામાં આવે અને શિક્ષણમાં સમાનતા લાવી શકાય.

Leave a Comment