PM મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો સન્માન નિધિનો હપ્તો, આ રીતે કરો ઓનલાઈન ચેક

PM Kisan Samman Nidhi:ખેડૂતો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17 માં હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય આપવામાં આવે છે. આ 6000 રૂપિયા ની રકમ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ચાર મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ની રકમ મોકલવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ PM Kisan Samman Nidhi

ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 2000 રૂપિયા ના ત્રણ હપ્તા આપવામાં આવે છે. કુલ 6000 રૂપિયા યોજના પહેલો હપ્તો એપ્રિલ જુલાઈની વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચની વચ્ચે આપવામાં આવે છે. આ યોજના 2019 માં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજના પાસે લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર CSC દ્વારા પણ પોતાની નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત માત્ર સ્થાનિક પટવારી મહેસુલ અધિકારી અને રાજ્ય સરકાર દ્વારા યોજના માટે નામાંકિત નોડલ ઓફિસર ખેડૂતોને નોંધણી કરી રહ્યા છે.પીએમ કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોને લાભ મળે છે શરૂઆતમાં જ્યારે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019 તેનો લાભ માટે નાના અને સીમાન ખેડૂતોના પરિવારો માટે હતો. આમાં એવા ખેડૂતોનો સમાવેશ થાય છે. જેમની પાસે બે હેક્ટર સુધીની સંયુક્ત જમીન હતી જૂન 2019 માં આ યોજનાની સુધારીને તમામ ખેડૂત પરિવારો સુધી લંબાવવામાં આવી. જોકે હજુ પણ કેટલાક ખેડૂતો આ યોજનાથી વંચિત છે. પીએમ કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકો સંસ્થાકીય જમીન ધારો કે બંધારણીય હોદ્દા ધરાવતા ખેડૂત પરિવારો રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ છે. તેમાં જાહેર ક્ષેત્રમાં ઉપક્રમો અને સરકારી સ્વાયત જ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અને વકીલ જેવા પ્રોફેશનલ તેમજ રૂપિયા 10,000 થી વધુ માસિક પેન્શન ધરાવતા નિવૃત્ત પેન્શનરો પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે.

 ખેડૂતને મોબાઈલની ખરીદી પર મળશે 6000 ની સહાય

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે ઓનલાઈન આ રીતે અરજી કરો 

  • પીએમ કિસાનની વેબસાઈટ www.pmkishan,co.in ની મુલાકાત લો.
  • આ પછી Farmer corner પર ક્લિક કરો. New Farmer Registration નો વિકલ્પ પસંદ કરો.
  • Rural Farmer Registration કે Urban Farmer Registration માંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
  • આ પછી આધાર નંબર મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
  • મોબાઈલ નંબર પર મળેલ OTP નંબર દાખલ કરો.
  • વધુ વિગતો સિલેક્ટ કરીને રાજ્ય અને જિલ્લા સહિત બેંક, આધારકાર્ડ ની માહિતી ભરો.
  • આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
  • ખેતી અને જમીન સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો બધી માહિતી ભર્યા પછી અને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
  • આ પછી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે અને આ રીતે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિયોજના માટે જરૂરી દસ્તાવેજ PM Kisan Samman Nidhi

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પોલ્ટ્રી ફાર્મ લોન સબસિડી 2024 બેંક ₹300000 સુધી લોન આપી રહી છે

તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી? PM Kisan Samman Nidhi

  • સૌપ્રથમ તમારે પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • હવે તમે સ્કીન પર પીએમ કિસાન પોર્ટલ ઓપન જોશો
  • તમારે ફાર્મસ કોર્નર પર ક્લિક કરવાનું રહેશે હવે તમે ગયા વિકલ્પો જોશો તમારે know your status પર ક્લિક કરવાનું રહેશે
  • સ્ક્રીન પર ખુલે છે તે પોસ્ટની ટોચ પર તમારો નોંધ જાણો પર ક્લિક કરો
  • હવે તમારો આધાર નંબર દાખલ કરો તમારા નંબર પર એક ઓટીપી આવશે એને એન્ટર કરો
  • હવે તમને તમારી નોંધણી નંબર મળશે હવે આ નવા પોસ્ટ પર નોંધણી નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોટ દાખલ કરો અને ડેટા મેળવો પર ક્લિક કરો. હવે તમે સ્કીન પર પીએમ કિસાન હપ્તા વિશેની માહિતી જોશો.

પીએમ કિસાન સન્માન નિધિયોજના લાભાર્થી નું લિસ્ટ કેવી રીતે તપાસવું?

ભારત સરકારે ખેડૂતોને આર્થિક અને નાણાકીય મદદ માટે પીએમ કિસાન યોજના ની શરૂઆત કરી હતી જેના અંતર્ગત ખેડૂતો ની વાર્ષિક 6000 રૂપિયા ની નાણાકીય સહાય આપવામાં આવી છે આ વખતે અઢારમાં હપ્તામાં એવા ખેડૂતોને 4000 રૂપિયા ચૂકવવામાં આવશે જેમાં આગળનો ચૂકવાયો નથી અને તેઓનું નામ લિસ્ટમાં છે મિત્રો અમે આ લેખમાં તમારા યાદીમાં નામ છે કે નહીં તે કેમ તપાસવું.પીએમ કિસાન લિસ્ટ પીએમ કિસાન યોજના નો 18 મો હપ્તો તમને મળવાનું છે કે નહીં. તે તમે અગાઉથી જાણવા માટે તમારું નામ લાભાર્થી લિસ્ટ ચકાસો તો તમે હપ્તો મેળવવા માટે છે કે નહીં તે નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને તપાસી શકો છો.

  • સૌપ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ હોમ પેજ પર ફાર્મર કોર્નર પર ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તેઓ બેનિફરી લીસ્ટ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે પેજમાં તમારી તમારું નામ રાજ્ય જીલ્લો તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે.
  • છેલ્લે તમારી માહિતી પસંદ કર્યા બાદ ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પીએમ કિસાન યોજનાનું લાભાર્થી નું લિસ્ટ ખુલશે.
  • જેમાં તમારું નામ તપાસો જો તમારું નામ આ લિસ્ટમાં ના હોય તો તમે નજીકના સી.એસ.સી સેન્ટરની મુલાકાત લઇને તમારું કેવાયસી પૂરી કરી શકો.

Leave a Comment