શપથ પછી મોદી સરકાર એક્શનમાં, ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય, ખાતામાં કરશે આટલા પૈસા ટ્રાન્સફર

મોદી 3.0 સરકાર બનતાની સાથે જ તમામ ખેડૂત ભાઈઓને એક ખૂબ જ સારા સમાચાર મળ્યા છે કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024 હેઠળ ખેડૂત ભાઈઓને  ₹2000 નો 17મો હપ્તો DBT દ્વારા તેમના ખાતામાં જમા થશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભાઈઓના ખાતામાં ક્યારે મોકલવામાં આવશે તે અંગે હાજી જાહેર થયું નથી પરંતુ પીએમ મોદી દ્વારા kisan Samman Nidhi ના 17th Installment ની ફાઈલ પર સહી કરવા આવી છે.

આજના લેખમાં, અમે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા વિશે માહિતી આપીશું. ભારતના તમામ ખેડૂત ભાઈઓ માટે ભારત સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભારતના તમામ નાના-મોટા ખેડૂત ભાઈઓને આર્થિક મદદ કરવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજના નો 16મોં હપ્તો બધાના ખાતામાં જમા થઇ ગયો છે હવે 17મોં હપ્તો ટૂંક સમયમાં ખાતામાં જમા થશે. નજીકના જાહેર સેવા કેન્દ્ર પર જાઓ અને ઓનલાઈન અરજી કરો.

પોસ્ટ17માં હપ્તા વિષે અપડેટ
યોજનાનું નામપીએમ કિસાન યોજના
યોજનાનો પ્રકારકેન્દ્ર સરકાર
સત્તાવાર સાઇટhttps://pmkisan.gov.in/

 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના ભારત સરકાર દ્વારા 2019 માં શરૂ કરાયેલ એક યોજના છે. આ યોજનાનો હેતુ સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની આર્થિક સહાય ત્રણ હપ્તામાં ₹2,000 ના દરે પ્રદાન કરવામાં આવે છે.

PM-Kisan યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરી 2024 માં જમા કરાયો હતો.આગામી હપ્તા માટે, PM-Kisan યોજના હેઠળ સંકળાયેલા ખેડૂતો જેમણે હજુ સુધી KYC કરાવ્યું નથી તેમણે તે જરૂરી રીતે કરાવવું પડશે. KYC ન કરાવનારા ખેડૂતો ભવિષ્યના હપ્તા થી વંચિત રહી શકે છે. 17મા હપ્તા જાહેરાત તારીખ હજુ જાહેર કરાઈ નથી. તાજેતરની માહિતી માટે ખેડૂતો PM-Kisan ની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન ચકાસી શકે છે.

PM-Kisan યોજનાનું સ્ટેટસ કેવી રીતે તપાસવું

ખેડૂતો PM-Kisan યોજના ની વેબસાઇટ https://pmkisan.gov.in/beneficiarystatus_new.aspx પર જઈને અથવા PM-Kisan મોબાઇલ એપ્લિકેશન નો ઉપયોગ કરીને તેમની યોજના સ્થિતિ તપાસી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની વાત કરીએ તો, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17માં હપ્તા ની ફાઈલ પર નવી મોદી સરકાર દ્વારા સહી કરવામાં આવી ગઈ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂન મહિનામાં બધાના ખાતામાં જમા થઇ જશે.

17મો હપ્તોઅહીં ક્લિક કરો
પીએમ કિસાન યાદીઅહીં ક્લિક કરો

Leave a Comment