ઈ-શ્રમ કાર્ડ 1000 રૂપિયાની આર્થિક સહાય મેળવવા માટે જલ્દી અરજી કરો

e shram card gujarati:1000 રૂપિયાની આર્થિક સહાય મેળવવા માટે જલ્દી અરજી કરો. કેન્દ્ર સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા રજિસ્ટર્ડ કામદારોને દર મહિને 1000 રૂપિયા આપવા જઈ રહી છે, જેના હેઠળ લાભાર્થીઓને ટૂંક સમયમાં લાભ મળવાનું શરૂ થઈ જશે. જો તમારી પાસે હજુ સુધી ઈ-શ્રમ કાર્ડ નથી, તો તમારે જલ્દી ઈ-શ્રમ કાર્ડ મેળવવા માટે અરજી કરવી પડશે.

ઈ-શ્રમ કાર્ડના લાભો: e shram card gujarati

  • 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો
  • રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના
  • પ્રસૂતિ લાભ
  • બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ
  • કુશળતા વિકાસ યોજનાઓ હેઠળ તાલીમ
  • મફત કાયદાકીય સહાય

ઈ શ્રમ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ: e shram card gujarati

  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
  • બેન્ક એકાઉન્ટ
  • આ યોજનાનો લાભ મેળવવા માટે વય મર્યાદા 16 થી 59 વર્ષની અંદર હોવી જોઈએ.

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો : e shram card gujarati

  • ઈશ્રમ પોર્ટલ પર જતા જ તમે રજીસ્ટર on e sharm નામનું ઓપ્શન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું છે અથવા તો આ લીંક પર તમે ક્લિક કરી શકો છો
    https://register.eshram.gov.in/#/user/self
  • ત્યારબાદ તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે પહેલા તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છે ત્યાં લખવાનો રહેશે અને કેપ્ચા કોડ લખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે ઓટીપી આવે ત્યાં દાખલ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે અને ત્રીજું otp લખેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું અને કેપ્ચા કોડ લખીને સબમિટ પર ક્લિક કરવાનું જેથી કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓટીપી આવશે અને જે ઓટીપી લખીને તમારે સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓટીપી લખાય ગયા પછી તેમાં આધાર કાર્ડની બધી માહિતી તમને ત્યાં જોવા મળશે તમારે એક વખત અને ત્યારબાદ તમારે term and condition ના ચેકબોક્સ પર ક્લિક કરીને continue to enter other details પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી સામે પર્સનલ માહિતી ભરવાની રહેશે જેમાં તમારુ ઇમેલ આઇડી ,નંબર મોબાઈલ, નંબર તમારા પિતા નું નામ, જ્ઞાતિ ,બ્લડ ગ્રુપ અને વારસદારની વિગત ભરવાની રહેશે. વારસદાર નું નામ જન્મ તારીખ જાતિ અને વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે લખવાનું રહેશે તે લખાઈ ગયા બાદ તમારે સેવ એન્ડ કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે હવે residentials માહિતી ભરવાની રહેશે જેમાં તમારું સરનામું લખવાનું રહેશે તેમાં સૌપ્રથમ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને તેના બાદ સ્ટેટ સ્પેસિફિક આઈડી લખેલું છે તેમાં કોઈ પણ લખવાની જરૂર નથી.
  • ત્યારબાદ નીચે કરંટ એડ્રેસ નું ઓપ્શન આપવામાં આવશે જેમાં તમારે વર્તમાન જ્યાં રહો છો એ સરનામું લખવાનું રહેશે જો તમે ગામડામાં રહો છો તો rural અને શહેરમાં રહો છો તો urban સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારું સરનામું લખવાનું રહેશે જેમાં રાજ્ય અને જિલ્લો અને પીનકોડ સિલેક્ટ કરવાનો રહેશે.
  • નીચે તમે કેટલા વર્ષથી તે સરનામાં પણ રહો છો તે લખવાનું રહેશે અને પછી જો તમારું સરનામું કાયમી સરનામું અને હાલનું સરનામું એક જ હોય તો નીચે આપેલું ચેક બોક્સ સિલેક્ટ કરવું અને જો બંને અલગ હોય તો કાયમી સરનામું તમારે લખવાનું રહેશે તે લખાઈ ગયા બાદ તમારે સેવ અને કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારે એજ્યુકેશન માહિતી ભરવાની રહેશે જેમાં તમે કેટલું ભણેલા છો અને એ લખવાનું રહેશે અને તમારા મહિનાનો પગાર કેટલો છે એ લખવાનો રહેશે અને તમારે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજિયાત નથી તે લખાઈ ગયા બાદ તમારે સેવ એન્ડ કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ હવે તમારે પ્રાયમરી ઓક્યુપેશન માહિતી ભરવાની રહેશે જેમાં તમે અત્યારે શું કામ કરો છો તેની વિગત જેમાં તમે શું કામ કરો છો અને કેટલા ટાઈમ થી કામ કરો છો તે લખાઈ ગયા બાદ સેવ એન્ડ કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે બેન્ક ડીટેલ ભરવાની રહેશે જેમાં તમારે બે વખત તમારા બેંકના ખાતા નંબર અને ifsc કોડ લખવાનો રહેશે જે કરવાથી તમારી બેંકની કઈ બ્રાન્ચ છે અને એની વિગત ઓટોમેટિક આવી જશે તે લખાય ગયા પછી સેવ એન્ડ કંટીન્યુ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે બધી વિગતો ભરી છે એ તમને બતાવશે તમારે એકવાર જોઈ લેવાનું કે એમાં કોઈ વાંધો છે કે નહીં? જો એમાં કોઈ વાંધો હોય તો તમે એડિટ કરી શકો છો તેમાં એડિટનું બટન આપેલ છે અને જો બધી વિગત સાચી હોય તો તમારે ડિકલેરેશનમાં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે તમારું ઇ શ્રમ કાર્ડ જોવા મળશે અને એ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ આવશે.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રક્રિયા e shram card gujarati

  • સૌપ્રથમ તમારે મોબાઇલ ફોન અથવા તો લેપટોપમાં google પર જવાનું અને ત્યાં સર્ચ કરવાનું https://eshram.gov.in
    આવું ટાઈપ કરવું પડશે.આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે
  • વેબસાઈટ ના હોમ પેજમાં નીચે ઓલરેડી રજિસ્ટ્રેટેડ તમારે અપડેટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજ માં તમારે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરેલ હોય તે દાખલ કરો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે પછી સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે આ ઓટીપી દાખલ કર્યા પછી તમારી સામે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • ત્યાર પછી નવા પેજમાં આધાર કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે તે પછી ઓટીપીએ પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો કે પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે આ ખાલી જગ્યામાં ઓટીપી દાખલ કરો અને નીચે આપેલા સબમીટ બટન પર ક્લિક કરો જે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજમાં તમે બે વિકલ્પો જોવા મળશે જેમાંથી તમારે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ UAN કાર્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું ઈ શ્રમ તમારી સામે ખુલશે.
  • આમાંથી તમારે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારું ઇ શ્રમ કાર્ડ ખોવાઈ જાય તો ફરીથી તમે એમને ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment